મહિલાઓની સુરક્ષા માટે અભયમ હેલ્પ લાઇન ’૧૮૧’

0
2279

મોબાઇલ એપ દ્વારા તાત્કાલિક બચાવ, સલાહ અને માર્ગદર્શન મળી રહે છે

મોબાઇલ એપ્લીકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ ગુગલના નકશામાં અક્ષાંશ/ રેખાંશ સાથે મળી રહે છે. મહિલા સ્માર્ટ ફોનમાં પેનિક બટન દબાવતા હેલ્પલાઇનની મદદ મેળવી શકે છે:

  • તા.૮.૩.૨૦૧૫ના રોજ માનનીય મુખ્ય મંત્રીશ્રીના વરદ હસ્તે સમગ્ર રાજયના તમામ શહેર/જિલ્લામાં શરૂ કરાયેલી ’’અભયમ’’ મહિલા હેલ્પ લાઇન ’૧૮૧’ – ૨૪/૭ મહિલાઓની સુરક્ષા માટે તમામ શહેર/ જિલ્લામાં કાર્યરત છે.
  • મહિલાઓને વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે છે.
  • આ મહિલા હેલ્પ લાઇનની યોજનાના અમલથી આજ દિન (તા.૨૧/૦૮/૨૦૧૯) સુધી કુલ કોલ્સ ૫૩,૪૯,૬૮૦ આવેલા છે. તેમ જ મહિલાઓએ વિવિધ સેવા મેળવેલા કોલ ૪૭,૪૩,૭૫૭ છે. પીડિત મહિલાને મુશ્કેલ પરિસ્થિતીમાંથી બચાવવાના કોલ ૬,૦૫,૯૨૩ છે.

મોબાઇલ એપ્લીકેશનથી મદદ

  • ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન મોબાઇલ એપ્લીકેશન તા.૦૬/૦૮/૧૮ના રોજ માનનીય મુખ્ય મંત્રીશ્રી ગુ.રા. ગાંધીનગર દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ્લીકેશનમાં ઘરેલુ હિંસા, સ્ટેકીંગ, સાયબર, લાપતા વ્યકિત વિગેરે અંગે કોલમાં મદદ પૂરી પાડવામાં આવે છે.
  • ૧૮૧ અભયમ મોબાઇલ એપ્લીકેશનમાં મહિલા સ્માર્ટ ફોનમાં પેનિક બટન દબાવતા હેલ્પલાઇનની મદદ મેળવી શકે છે, મુશ્કેલ સ્થિતિમાં રહેલ મહિલાના ૫ જેટલા સગાં-સંબંધી કે મિત્રોને ઓટોમેટિક એસ.એમ.એસ. થી સંદેશ મળી જાય છે.
  • મોબાઇલ જોરથી હલાવતા પણ કોલ થઇ શકે છે, જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે છે.
  • મોબાઇલ એપ્લીકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ ગુગલના નકશામાં અક્ષાંશ/ રેખાંશ સાથે મળી રહે છે
  • મહિલા ઘટનાસ્થળના ફોટો અને વીડિયો એપ્લીકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઇનના સેન્ટરમાં મોકલી શકે છે.
  • એપ્લીકેશન થકી કોલ કરનાર મહિલાના ત્રણ એડ્રેસ-કોલનું સ્થળ, ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર પાસે નોંધાયેલ એડ્રેસ તેમ જ એપ્લીકેશન રજીસ્ટ્રેશન વખતે જણાવેલ એડ્રેસ-એક સાથે હેલ્પલાઇન સેન્ટરમાં મળી રહે છે.

મહિલા સુરક્ષા સમિતિ

  • રાજયમાં મહિલાઓ પર થતા અત્યાચારો રોકવા માટે ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંકઃ-મહસ/૨૯૨૦૧૩/૯૦૦/ડ તા-૧૬/૭/૨૦૧૪થી માનનીય મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મહિલા સુરક્ષા સમિતિની રચના કરવામાં આવેલ છે
  • શહેર/જિલ્લા/તાલુકામાં મહિલા સુરક્ષા સમિતિઓ હાલમાં કાર્યરત છે.
  • શહેર મહિલા સુરક્ષા સમિતિ­માં વોર્ડવાર ૧૫ મહિલા સભ્યોની નિમણૂંક કરવામાં આવેલી છે.
  • જિલ્લા/તાલુકામાં ૧૦ -૧૦ મહિલા સભ્યોની નિમણૂંક કરવામાં આવેલી છે.

મહિલા સશકિતકરણ પખવાડિયું 

  • ૨૦૧૪થી મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી દર વર્ષે ઓગષ્ટ મહિનાની પહેલી તારીખથી ૧૪ તારીખ સુધી ઉજવવામાં આવે છે. ચાલુ સાલે પણ આ પખવાડિયાની ઉજવણી કરવામાં આવેલી છે. તા.૦૧/૦૮/૨૦૧૯ મહિલા સુરક્ષા દિવસ અને તા.૧૨/૦૮/૨૦૧૯ મહિલા કાનુની જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવેલી છે.
  • પખવાડિયા દરમ્યાન રાજયના તમામ શહેર/જિલ્લા­ઓમાં મહિલાઓની સુરક્ષા સંબંધિત વિવિધ કામગીરી જેવી કે કાયદાકીય માર્ગદર્શન, સ્વલરક્ષણની તાલીમ, રાયફલ શુટીંગની તાલીમ, કારકિર્દીનું માર્ગદર્શન વિગેરે કરવામાં આવે છે.

પોલીસ સ્ટેશન ખાતે સપોર્ટ સેન્ટર

  • મહિલા અને બાળ વિભાગના ઠરાવ ક્રમાંકઃ મહય/૧૦૨૦૧૩/૯૬૨૪૦/અ.તા. તા-૮.૫.૨૦૧૩ સમગ્ર રાજ્યમાં પોલીસ સ્ટેશન ખાતે સપોર્ટ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.
  • હાલમાં રાજ્યના શહેર/જિલ્લામાં ૬૫ સપોર્ટ સેન્ટર કાર્યરત છે.
  • આ સેન્ટરમાં સેન્ટર દીઠ બે કાઉન્સીલરની નિમણૂંક કરવામાં આવેલ છે, જેમની દ્વારા પીડિત મહિલાનું તથા સામાવાળા પક્ષના સભ્યોનું કાઉન્સેલીંગ કરી પ્રશ્નોનું નિરાકરણ કરાવવાની કામગીરી કરવામાં આવે છે. તેમજ ભોગ

બનનારને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવે છે.

ફેસબુક દ્વારા મદદ

  • ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્યનો ફેસબુક એકાઉન્ટ કાર્યરત છે, જેમાં સરકાર દ્વારા મહિલાઓને લગતી યોજનાઓ અને કાયદાની જાણકારી આપવામાં આવે છે.
  • તેમ જ ગુમ થયેલા બાળકોની એન્ટ્રી ફેસબુક, ટવીટર જેવાં સોશ્યેલ મીડિયામાં આપવામાં આવે છે, જેનાથી પ્રજાજનો પણ ગુમ થયેલ બાળકોને શોધવામાં મદદ કરી શકે છે.

ફ્રેન્ડસ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ

  • મહિલા અને બાળકોના કેસોની તપાસમાં પોલીસ સાથે સંકલનમાં રહી મદદ કરી શકે તે માટે રાજ્યના શહેર/જિલ્લા ખાતે FMWC (ફ્રેન્ડસ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ)ની નિમણૂંક કરવામાં આવે છે. હાલમાં ૫૭૨ FFWC­કાર્યરત છે.
  • પોલીસ સાથે સંકલન કરી મહિલા અને બાળકોના કેસોની તપાસમાં FMCCની મદદ લેવામાં આવે છે.

બાળભોગ્ય પોલીસ સ્ટેશન તેમ બાળ કોર્નર

  • ગૃહ વિભાગના પત્ર ક્રમાંકઃ વસફ/ ૧૦૨૦૧૭/૩૩૦/ઝ તા-૧૪/૩/ ૨૦૧૭ના પત્ર અનુસાર શહેર/જિલ્લાના તમામ પોલીસ સ્ટેશને બાળભોગ્ય પોલીસ સ્ટેશન તેમ જ તેમાં બાળ કોર્નરની રચના કરવા હુકમ કરવામાં આવેલો છે, જેમાં બાળકો ડર રાખ્યા વગર રહી શકે અને તેઓને યોગ્ય સંભાળ અને સુરક્ષા મળી રહે તેવું મૈત્રીપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવામાં આવેલુ છે.
  • રાજ્યના તમામ શહેર/જિલ્લા ખાતે નવા બનતા પોલીસ સ્ટેશન ખાતે અને જૂના પોલીસ સ્ટેશન ખાતે, પરિપત્ર અને ‘બચપન બચાવો આંદોલન’ની માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર તથા કેરળ ખાતે કાર્યરત ‘કેપ (CAP) ­પ્રોજેકટ મુજબ તમામ મુtાઓ આવરી લઇ બાળભોગ્ય પોલીસ સ્ટેશન અને બાળ કોર્નર બનાવવા માટે અધિક પોલીસ મહાનિર્દેશક અને મેનેજીંગ ડીરેકટરશ્રી, ગુજરાત પોલીસ આવાસ નિગમને બાળ કોર્નર બનાવવા પત્ર પાઠવેલ છે.

૨૭૦ નારી અદાલત

  • રાજ્યમાં જિલ્લા કક્ષાએ ૩૩ અને તાલુકા કક્ષાએ ૨૭૦ નારી અદાલતો કાર્યરત છે.
  • નારી અદાલત મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી વૈકલ્પિક ન્યાય પ્રણાલી છે.
  • ઘર આંગણે પોતાના પ્રશ્નો કોર્ટમાં ગયા વિના નિરાકરણ લાવવાની તક પૂરી પાડે છે. તેમજ મહિલાઓને વિનામુલ્યે, ઝડપી, તટસ્થતાથી અને આત્મ સન્માન સાથેનો ન્યાય મળે છે.
  • નારી અદાલતમાં જે-તે તાલુકામાંથી જ મહિલાઓની પસંદગી કરીને ૧૧ સભ્યોની સમતા સમિતિ બનાવવામાં આવે છે.
  • સમતા સમિતિના સભ્યોને અર્ધ-કાનૂની પ્રકારની તાલીમ આપવામાં આવે છે.
  • અર્ધ-કાનૂની તાલીમમાં સમતા સમિતિના સભ્યોને કેસો સાંભળવાની અને કેસો ચલાવવાની ન્યાયલક્ષી તાલીમ આપવામાં આવે છે.
  • આ મહિલાઓ વધુ ભણેલી ન હોવા છતાં કોઠા સૂઝથી નારી અદાલતમાં પ્રશ્નો હલ કરી કેસોનું નિરાકરણ લાવે છે.

જેન્ડર રીસોર્સ સેન્ટર

  • ગૃહ વિભાગના પત્ર ક્રમાકઃ મહય-૧૦૨૦૦૪-૭૧૯-અ તા-૨૯.૩.૨૦૧૪થી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રભાગ તરીકે જેન્ડર રીસોર્સ સેન્ટર કાર્યરત છે.
  • સેન્ટર દ્વારા સરકારના વિવિધ વિભાગો જેવા કે સ્કૂલ કોલેજના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ; મેડીકલ કોલેજના ડીન, પ્રોફેસર અને વિદ્યાર્થીઆ; પોલીસ વિભાગના અધિકારીઓ/ કર્મચારીઓ; જી.ઇ.બી.ના અધિકારીઓ/ કર્મચારીઓ; નારી અદાલતના સમતા સમિતિના સભ્યો; રાજ્યના એમ.પી. અને એમ.એલ.એ; ૧૮૧ અભયમના કાઉન્સીલરો; મહિલાઓની મદદ માટે કાર્યરત ગ્GO; મહિલા સુરક્ષા સમિતિના સભ્યો; મહિલા પોલીસ વોલેન્ટીયરના સભ્ય બહેનો; પોલીસ સ્ટેશન ખાતે સપોર્ટ સેન્ટરના કાઉન્સીલરો; કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ અન્વયે રાજ્ય કક્ષાએ આંતરિક ફરિયાદ નિવારણ સમિતિના સભ્યો અને સ્થાનિક કક્ષાએ સ્થાનિક આંતરિક ફરિયાદ નિવારણ કમિટીના સભ્યો; હોસ્પિટલના સભ્યો; જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ; આંગણવાડી આશા વર્કરના સ્ટાફ; વન સ્ટોપ ક્રાઇસીસ સેન્ટરના અધિકારી/ કર્મચારીઓ; પંચાયતના સભ્યોને વિવિધ જાતીય  સંવેદનશીલતા અંગે સમજ અને મહિઓને લગતા કાયદાઓ અંગે સમજ આપવામાં આવે છે.

 ઉપરોકત તમામ વિભાગોમાં જેન્ડર રિસોર્સ સેન્ટરે સને ૨૦૧૮-૧૯ના વર્ષ દરમ્યાન વિવિધ જાતીય સંવેદનશીલતાના કાર્યક્રમો આપેલા છે. બેટી બચાવો બેટી પઢાઓ, લિંગ ભેદ અન્વયે સંવેદનશીલતા, મહિલાઓને લગતી યોજનાઓ અને જાગૃતિ બાબત તાલીમ આપવામાં આવેલી છે અને કૌટંિુબક હિંસાખોરીથી સ્ત્રીઓના રક્ષણ બાબત અધિનિયમ-૨૦૦૫, મહિલાઓને­ લગતા અન્ય કાયદાઓ તેમજ માનવ અધિકારના કાયદા, કાર્ય સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩, પોકસો એકટ ૨૦૧૨ અને જે. જે. એકટ જેવા કાયદાઓની જાણકારી પણ આપવામાં આવે છે.