ગુજરાતમાં પૂરના પાણીમાંથી ૧૦૦૦૦થી વધુ લોકોને ઊગારવાની એસડીઆરએફની પ્રશંસનીય કામગીરી

0
999

ગુજરાત રાજય આવાનવાર કુદરતી આપત્તિઓનું ભોગ બનતું રહેલું છે. કયારેક આવી આપત્તિઓ એટલી ભયંકર હોય છે કે રાજયનું સામાન્ય જનજીવન અને સમગ્ર આયોજન આપત્તિને કારણે ખોરવાઇ જાય છે. વર્ષ૨૦૦૧માં કચ્છ ખાતે આવેલા ભૂકંપ બાદ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ની સ્થાપના કરવામાં આવેલી અને ત્યાર બાદ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન એકટ૨૦૦૩ (Gચ્ઊંખ્ર્ઉ ઉઠt-૨૦૦૩) અમલમાં મૂકવામાં આવ્યો. પ્રકારનું સત્તામંડળ અને કાયદો બનાવનાર ગુજરાત રાજય આખા દેશનું પ્રથમ રાજય બન્યું અને ત્યારબાદ ભારત સરકાર દ્વારા પણ પ્રકારનાં સત્તામંડળ અને કાયદા ઘડવામાં આવ્યાં.

સામાન્ય રીતે પોલીસની જબાબદારી કાયદો અને વ્યવસથાની જાળવણી કરવાની હોય છે પરુંતુ Gચ્ઊંખ્ર્ઉ ઉઠt-૨૦૦૩માં પોલીસની જવાબદારીને વિસ્તૃત કરવામાં આવેલી છે અને આપત્તિને પહોંચી વળવા માટેની પોલીસની તૈયારી, તાલીમ તથા સંકલનને વધુ પ્રાધાન્ય આપવામાં આવેલું છે.

૧૧ કંપનીઓને તાલીમ

કામગીરી માટે બચાવ અને રાહતની કામગીરી માટે પોલીસને તૈયાર કરવા ચ્ઊંઙૠ જૂથોમાંથી કુલ ૧૧ કંપનીઓને આપત્તિ વ્યવસ્થાપન માટે ગ્ઊંઙૠની તાલીમ મુજબની તાલીમ આપવામાં આવેલી. ૨૦૧૬માં ગુજરાત રાજયના નોટિફિકેશન અંતર્ગત ચ્ઊંઙૠ (ચ્tટ્ટt ઊંણ્દ્મટ્ટદ્મtડદ્ર ઙડદ્મથ્ર્થ્ત્ત્દ્મડ ૠથ્દ્રઠડ) તરીકે તેમની અલગ ઓળખ ઊભી કરાઈ. કંપનીઓના અધિકારીઓને/ જવાનોને તમામ પ્રકારના ડિઝાસ્ટર અંગેની પાયાની તાલીમ આપવામાં આવેલી છે અને ચ્ઊંઙૠની કંપનીઓના જવાનોએ/ અધિકારીઓએ સને ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯ની તમામ કુદરતી હોનારતોમાં ગ્ઊંઙૠ સાથે ખભેખભા મિલાવી બચાવ કામગીરી કરેલી છે.

ચ્ઊંઙૠની સતત તાલીમ, મોકડ્રીલ વગેરે નિરંતર યોજાય તે માટે શકય હોય ત્યાં સુધી ચ્ઊંઙૠ કંપનીઓને રૂટિન કાયદો અને વ્યવસથાની ડયુટી માટે ફાળવવામાં આવતી નથી, જેથી તેઓની ક્ષમતાનો વિકાસ થાય. તેમજ ચ્ઊંઙૠની કંપનીઓ માટે જરૂરિયાત મુજબના સાધનોની ખરીદી ત્વરિત થાય અને સાધન સામગ્રી પૂરી પાડી શકાય તે માટે સરકારશ્રી દ્વારા બજેટ ફાળવી કામગીરી પૂરી કરવામાં આવેલી છે અને તમામ ચ્ઊંઙૠની કંપનીઓને તમામ પ્રકારની કુદરતી હોનારતોને પહોંચી વળવા તૈયાર કરવામાં આવેલી છે.

ચ્ઊંઙૠની ફરજો

ચેતવણી આપવી

શોધખોળ અને બચાવ ઓપરેશન કરવા

રાહત અને પુનર્વસન ઓપરેશન કરવા

આપત્તિ સમયે સુદ્રઢ સંદેશાવ્યવહાર નેટવર્ક ઊભું કરવું

પબ્લિકના માણસોને આપત્તિ વ્યવસ્થાપન માટે તાલીમ આપવી અને તૈયાર કરવા

આપત્તિ વ્યવસ્થાપનની નિયમિત મોક ડ્રીલનું આયોજન કરવું

ગુજરાતના લોકોમાં  સમાજ સેવા એક વણાયેલી બાબત છે અને ગમે તેવી કુદરતી હોનારતમાં પણ સેવા કરવા માટે સેવાભાવી લોકો હંમેશા તત્પર રહેતા હોય છે. તેથી તેઓની ક્ષમતામાં વિકાસ કરવાથી ખૂબ અસરકારક રીતે આપત્તિ વ્યવસ્થાપનનો એક અગત્યનો હિસ્સો તેઓ બની શકે છે. તેને ધ્યાનમાં રાખી ગુજરાત ચ્ઊંઙૠ દ્વારાઆપદા મિત્રસ્કીમ અંતર્ગત રાજયમાં વિવિધ ­ચ્ઊંઙૠ કંપનીઓ દ્વારા કુલ ૧૭૪૦ સ્વયંસેવકો (આપદા મિત્રો)ને પાયાની શોધખોળ અને બચાવ કામગીરી અને સ્થાનિક તંત્રને મદદ કરવા અંગેની તાલીમ આપવામાં આવેલી છે.

બચાવ કામગીરી

ગુજરાત ચ્ઊંઙૠ દ્વારા સને ૨૦૧૭માં અમરેલી તેમજ બનાસકાંઠામાં આવેલી પૂર હોનારતમાં ખૂબ પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલી અને તેને સંખ્યાબંધ લોકોને બચાવવામાં સફળતા મળેલી. સને ૨૦૧૯માં વડોદરા તથા રાજયમાં અનેક જગ્યાએ પૂરની પરિસ્થિતિ સર્જાયેલી ત્યારે પણ ચ્ઊંઙૠ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલી અને ચ્ઊંઙૠ સાથે મળી ૧૦૦૦૦ થી વધુ લોકોને પૂરના પાણીમાંથી ઊગારવામાં આવેલાં.

ઉપરાંત મોરબી જિલ્લાના ટુંકારા તાલુકાનું કલ્યાણપુર ગામ ટાપુમાં ફેરવાતાં અનેક લોકો ફસાયાં હતાં. ત્યારે ટુંકારાની પોલીસે બચાવ કામગીરી કરી હતી, જેમાં શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ બે બાળકોને ખભે બેસાડીને જીવના જોખમે પાણીના ધસમસતા પ્રવાહમાંથી ૩ કિ. મી. જેટલું અંતર ચાલીને બાળકોને બચાવ્યા હતા. તેમજ વડોદરામાં વરસાદને કારણે આખું શહેર એક ટાપુમાં ફેરવાઈ ગયું હતુ ત્યારે પીએસઆઈ ગોવિંદ ચાવડાએ પોતાની ગરદન ડૂબી જાય તેટલા પાણીમાં દોઢ વર્ષની બાળકીને ટોપલામાં બેસાડી ટોપલો માથે કરી વસુદેવ બનીને તેને બચાવી હતી. આ બચાવ કામગીરીના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા અને આ વીડિયો પ્રશંસા તેમજ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.