અમદાવાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સુંદર બનાવવાના અને ટ્રાફિક શિસ્તબધ્ધતા ઊભી કરવાના ભગીરથ પ્રયાસ:
ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન સુચારુ રીતે જળવાઇ રહે તે માટે અને નાગરિકોની સુખાકારી માટે જુદા જુદા પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં ટ્રાફિકને લગતી કોઇ પણ સમસ્યાના પડકારને પહોંચી વળવા માટે હાલમાં અવિરતપણે કામગીરી થઇ રહેલી છે. ટ્રાફિક વિભાગ તરફથી નીચે જણાવેલા મુtાસર કામગીરી થયેલી છે અને થનારી છે.
૧) ગુજરાત હાઇકોર્ટના દિશા–નિર્દેશોની અમલબજવણી
નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે દિશા–નિર્દેશો કરવામાં આવેલા છે, તેમાં ઢોર માટે રસ્તા પર જાહેરમાં ઘાસચારો વેચતા ઇસમો અને રસ્તા પર રખડતાં ઢોર લોકોના સ્વાસ્થ્ય અને જાહેર માર્ગ સલામતીને ભયરૂપ હોઇ આવી બદીને તુરંત દૂર કરવા નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલું છે. જાહેર માર્ગો પર નિયત કરેલી જગ્યાએ પાર્કિગ થાય તે માટે ટોઇંગ ઓપરેશન્સ દ્વારા એન્ફોર્સમેન્ટના માધ્યમથી કાર્યવાહી કરાવવામાં આવેલી છે. ટ્રાફિકની સમસ્યાને હલ કરવા કરેલા દિશા–નિર્દેશ અનુસાર સરકાર તથા એએમસી દ્વારા સંયુકત રીતે પાર્કિંગ માટેની જગ્યાઓમાં વધારો કરવા અંગેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
૨) કોમ્પ્રિહેન્સીવ મોબીલીટી પ્લાન ફાર અમદાવાદ (ઊચ્ક્કઙ–ઊઙઙક્ક)
અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિકની ગંભીર સમસ્યાઓના નિરાકરણ માટે વૈજ્ઞાનિક ઢબના વિશ્લેષણ અને આયોજન માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ¬ૂટ (ઊચ્ક્કઙ)ના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા અભ્યાસ હાથ ધરી રજૂ કરવામાં આવેલા
પ્રાથમિક રિપોર્ટ મુજબ પાયલોટ ફેઝ એન્ડ કોમ્પ્રીહેન્સીવ મોબિલિટી પ્લાન માટે અંદાજિત રૂ.૧,૭૭,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોડ સિત્તોત્તેર લાખ પૂરા)ના ખર્ચને પહોંચી વળવા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરને જરૂરી ભંડોળ પૂરું પાડવા દરખાસ્ત કરવામાં આવતા તેના આધારે અમદાવાદ શહેરને રૂ.૧.૭૭ કરોડની ગ્રાન્ટ માર્ગ સુરક્ષા નિધિમાંથી ફાળવી આપવા ગૃહ વિભાગથી મંજૂરી આપવામાં આવેલી છે. ઊઙઙક્ક–ઊચ્ક્કઙ, નવી દિલ્હીને પ્રોજેકટ કાર્ય શરૂ કરવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે. આ સર્વેમાં સ્ક્રીન લાઈન સર્વે, ગુડસ ઓપરેટર સર્વે, કલાસિફાઇડ ટ્રાફિક વોલ્યૂમ કાઉંટ સર્વે (મીડ બ્લોક એન્ડ એટ ઇન્ટરસેકશન્સ), પેડેસ્ટ્રીઅન વોલ્યૂમ કાઉંટ સર્વે, પાર્કિંગ ડિમાન્ડ સર્વે, સ્પીડ એન્ડ ડિલે સર્વે ફોર પબ્લિક એન્ડ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ, સ્પોટ સ્પીડ સર્વે, ક્રેશ ડેટા, ટર્મિનલ એરિયા સર્વે, અર્બન રોડ એન્ડ સ્ટ્રીટ ઇન્વેન્ટરી સર્વે, એર કવોલિટી એન્ડ મિટીરીઓલોજીકલ પેરામીટર્સ, નોન –મોટોરાઇઝડ ટ્રાફિક (ગ્ખ્ર્ચ્ર્) યુઝર સર્વે, ગ્ખ્ર્ચ્ર્ ફેસિલિટી સર્વેને આવરી લેવામાં આવેલા છે.
૩) જોઇન્ટ એન્ફોર્સમેન્ટ
ટીમની કામગીરી
અમદાવાદ શહેર પોલીસ તથા એએમસી દ્વારા સંયુકત રીતે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (ક્રઋચ્ર્) ગઇ તા.૫/૬/૨૦૧૯ના રોજ કાર્યરત થયેલી છે અને આ ટીમનું પ્રસ્થાન માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાતરાજ્ય, ગાંધીનગરના વરદ હસ્તે કરવામાં આવેલું હતું. ગમે ત્યાં કચરો ફેંકનાર, ગમે ત્યાં થુંકનાર, જાહેરમાં પેશાબ કરતા ઇસમો સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સદર ટીમના કર્મચારી દ્વારા દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવતી હોય છે. તેમ જ જાહેર રસ્તા પર હંગામી દબાણ કરનાર, દિવાલો પર ગેરકાયદેસર રીતે પોસ્ટર લગાવનાર સામે પણ કામગીરી કરવામાં આવી રહેલી છે.
ગુજરાત સરકારશ્રીના ‘સ્વચ્છ ભારત’ અભિયાન અંતર્ગત તેમ જ ટ્રાફિક શિસ્ત ઊભી કરવાની ઝુંબેશના ભાગ રૂપે અમદાવાદ શહેર પોલીસ વિભાગ અને એએમસી દ્વારા ‘જેટ’ના માધ્યમથી અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ, સુંદર બનાવવા અને ટ્રાફિક શિસ્તબધ્ધતા ઊભી કરવા ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહેલા છે.
૪) સ્માર્ટ પીઓએસ ડિવાઇસ
અમદાવાદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત કેમેરા બેસાડવામાં આવેલા છે, જેમાં ઙખ્જ્ઊં તથા ઉગ્ઘ્ઙ ટેકનોલોજી દ્વારા ખૂબ જ બહોળી સંખ્યામાં ઇ–ચલાન ઇશ્યુ કરવામાં આવે છે. દંડની વસૂલી વધારવા એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ બેઝડ મોબાઇલ એપ્લિકેશન’ બનાવવામાં આવેલી છે. વ્યકિતને ચ્ખ્ર્ચ્થી ઇ–ચલાન પેમેન્ટ થઇ ગયા બાબતનું કન્ફર્મેશન આવે છે.
ટ્રાફિક, પૂર્વ તથા પશ્વિમ, વિભાગની ૨ ઇ–ચલાન ટીમો દ્વારા રોજેરોજ સરેરાશ રૂ.૧,૧૦,૦૦૦/-થી રૂ.૧,૩૦,૦૦૦/- સુધીની દંડની રકમ વસૂલવામાં આવે છે. આમ,આ ટીમો દ્વારા નવેમ્બર–૨૦૧૮થી મે–૨૦૧૯ સુધીમાં કુલરૂ.૨,૧૦,૦૦,૦૦૦/- ઇ–મેમોનો દંડ વસૂલવામાં આવેલો છે.
૫) ટોઇંગ ઓપરેશન્સમાં વધારો
અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગમાં ૨૦૧૭ સુધી ૧૪ સરકારી ક્રેઇન ઉપલબ્ધ હતી. પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર (કે–શાખા) દ્વારા ૪૦ ક્રેઇન ભાડેથી લઇ આ વિભાગને ફાળવાયેલી છે. ઉપરાંત આ વિભાગ દ્વારા એએમસી પાસેથી અડચણરૂપ વાહનો ટા કરવા માટે ૮૦ જેટલી ક્રેઇન ભાડે મેળવવા દરખાસ્ત કરવામાં આવેલી છે.
વીડિયો રેર્કોડિંગ સારુ ટ્રાફિક વિભાગના તમામ ટોઇંગ વાહનો, ટોઇંગ સ્ટેશનો અને મોબાઇલ વાન ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાવવા સરકાર તરફથી રૂ.૧.૫૧ કરોડનું અનુદાન ફાળવવામાં આવેલું છે. ઇ–ચલાન ઇશ્યુ કરવા તેમ જ દરેક પોઇન્ટ પરની ટ્રાફિક સ્થિતિ માટે, રેકોર્ડિંગ થઇ શકશે અને પોલીસ કર્મચારી સાથે આક્રમક વર્તન અને પોલીસ કર્મચારી દ્વારા દુર્વ્યવહાર બન્ને ઉપર સુપરવિઝન રાખી શકાશે.
૬) હેન્ડહેલ્ડ ડિવાઇસ (ક.ક.ઊં.)
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઇ–ચલાન માટેની કામગીરી હેન્ડહેલ્ડ ડિવાઇસ મારફતે કરવા તથા ટ્રાફિકના નિયમન અને એન્ફોર્સમેન્ટની કામગીરીની અસરકારકતા વધારવા સરકારશ્રી દ્વારા રૂ.૧–કરોડનું અનુદાન ફાળવવામાં આવેલું છે. Gક્કઘ્ખ્ કન્સલ્ટન્સી એજન્સી તરીકે નિમાઇ છે અને ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે. આ ડિવાઇસ, ડ્રાઇવિંગ લાયસન્સ કે વાહનનો નંબર નાંખી એકલવ્ય તેમ જ પિનાક જેવા ગુના શોધક સોફ્ટવેર મારફતે ટ્રાફિકના નિયમન ઉપરાંત ગુના શોધવામાં પણ ખૂબ જ ઉપયોગી નિવડશે.
૭) ઇ–ચલાન જનરેટ સિસ્ટમ
શહેરમાં એએમસી દ્વારા ૧૩૦ જંકશન પર ૨૮૦૦ જેટલા કેમેરા લગાડવામાં આવનારા છે. આ પૈકી હાલ ૬૦ જંકશનો ખાતે કેમેરા લગાડવામાં આવેલા છે, જેમાંથી ૨૪ જંકશનો ખાતે ઇ–મેમોની કાર્યવાહી થઇ રહેલી છે.
૮) ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થા
અમદાવાદ શહેરના માર્ગ ઉપર એએમસી દ્વારા સિગ્નલોના ટાઇમિંગને તર્કસંગત કરી સિન્ક્રોનાઇઝ કરવા ટૂંક સમયમાં કુલ ૫૦ નવા સિગ્નલો બેસાડવાં માટે સ્માર્ટ સીટી પ્રોજેકટની એજન્સી ટ્રાઇમેકસ દ્વારા ઊંક્કખ્ર્ચ્ર્ચ્, દિલ્હીને વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે. તે પૈકી કુલ ૧૦ જંકશનને પંચવટી ટ્રાફિક સિગ્નલથી ઇસ્કોન ટ્રાફિક સિગ્નલ સુધી સિન્ક્રોનાઇઝ કરવા પ્રાયોગિક ધોરણે ઊંક્કખ્ર્ચ્ર્ચ્ને વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે.
૯) હેલ્મેટ રૂલ પાલન
નામદાર સુપ્રિમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટીની તા.૨/૧૧/૧૭ના રોજ મળેલી મિટીંગમાં; હેલ્મેટ, સીટબેલ્ટ, ઓવર સ્પીડીંગ જેવા ટ્રાફિક નિયમ ભંગના સર્વેમાં ફકત ૩૪ઽ ટુ–વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા હોવાનો અહેવાલ રજૂ કરાયો હતો. ત્યાર બાદ શહેરમાં મહત્વનાં વ્યૂહાત્મક જંકશનો ખાતે એન્ફોર્સમેન્ટના માધ્યમથી કાર્યવાહી કરાવવામાં આવતા ટુ–વ્હીલર વાહનચાલકોમાં હેલ્મેટ પહેરવાનું પ્રમાણ વધવા પામેલું છે. ઊઋઘ્ચ્ર્ છગ્ક્કજ્ઋઙચ્ક્કચ્ર્જી મારફતે ’હેલ્મેટ રૂલ પાલન’નો શહેરના વ્યૂહાત્મક ૧૫ સ્થાન ઉપર સર્વે કરાવવામાં આવતા ૫૨.૩ઽ વાહનચાલકોમાં હેલ્મેટ પહેરવા અંગેની પાલનબધ્ધતા જોવા મળેલી છે. આમ, ઉપર્યુકત આયોજનથી મહત્વના રોડ ઉપર આ લક્ષ્યાંક હાલ ૮૦ઽ સિદ્ધ થયેલો છે.
‘ગ્થ્ કડત્ત્ર્ડt ગ્થ્ ઋત્ત્tદ્રધ્’ના શિર્ષક હેઠળ એક અભિયાનમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી એકટ–૨૦૧૮ની જોગવાઇઓના અમલીકરણ અર્થે શહેરમાં આવેલાં તમામ શૈક્ષણિક સંકુલો, મોટા ઔધોગિક એકમો, જી.આઇ.ડી.સી. સંકુલો, ડાયમંડ એસોસીએશન, ઓનલાઇન ડીલીવરી કરતી સંસ્થાઓને માહિતગાર કરી આ કાયદાના અમલીકરણની કામગીરી કરાવવામાં આવી રહેલી છે.
૧0) ટ્રાફિક જાગૃતિ
પ્રાચાર્ય/ આચાર્ય/સંચાલકશ્રીની રૂબરૂમાં કેમ્પસમાં જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવેલા છે. અમદાવાદ શહેરમાં યોજાતા સાયકલોથોન, મેરાથોન, વોકાથોન, જેવા કાર્યક્રમોમાં પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા દ્વારા પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે. શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી ફિલ્મો, તાલીમ, સુરક્ષા સેતુ રથ, મોબાઇલ વાન તથા ૠખ્ર્ રેડિયો દ્વારા પ્રચાર–પ્રસાર કરવામાં આવે છે. તેમ જ શહેરનાં ચાર રસ્તા પરના મુખ્ય જંકશનો પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવેલી છે.
તેમ જ જે સરકારી કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી તેઓ વિરુદ્ધ, રાત્રિ દરમિયાન વધુ સ્પીડથી ભયજનક રીતે વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ અને ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડર વિતરકો ઉપર કાર્યવાહી કરવામાં આવે છે.
૧૧) ટ્રાફિક અંગેની તાલીમ
અમદાવાદમાં પબ્લિકની સાથે સીધા સંપર્કમાં રહેલા પોલીસનું વર્તન, વિનમ્રતા અને પ્રમાણિકતાભર્યુ હોવું જરૂરી છે. તે અંગે મુંબઇ ટ્રાફિક ટ્રેનીંગ ઇન્સ્ટિટ¬ૂટના અધિકારી/ કર્મચારીઓ દ્વારા અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગને તાલીમ આપવાનું કાર્ય ચાલી રહેલું છે. તેમ જ ડી.જી.પી.શ્રી, ગુજરાત રાજ્ય દ્વારા ટ્રાફિક તાલીમ માટે રૂ.૫૦ લાખનું અનુદાન પણ ફાળવવામાં આવેલું છે.
૧૨) નવા ટ્રાફિક બ્રિગેડ
(ચ્ર્ઙઉં)ની ભરતી
અમદાવાદ શહેરમાં અગાઉનું ટ્રાફિક બ્રિગેડનું મંજૂર મહેકમ ૧૫૫૫ હતું, તેમાં સરકાર દ્વારા નવી ૧૦૦૦ ટ્રાફિક બ્રિગેડના મહેકમની મંજૂરી મળતા હાલનું મંજૂર મહેકમ ર૫૫૫ છે. અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ દ્વારા ૧૪૦૦ ટ્રાફિક બ્રિગેડના સભ્યોની ભરતી કરવામાં આવેલી છે. જેમાં કવોલીફાઇ થયેલા ૯૭૬ પુરુષ, ૫૬ મહિલા ઉમેદવાર મળી ૧૦૩૨ ટ્રાફિક બ્રિગેડના નવા ઉમેદવારોની ટ્રાફિક અંગેની તાલીમ પ્રક્રિયા તા.૨૯/૭/૨૦૧૯થી ઘોડા કેમ્પ તથા ગોમતીપુર તાલીમ કેન્દ્ર ખાતે રાખવામાં આવેલી છે.
૧૩) ઉંઙચ્ર્ચ્ કોરિડોર
અમદાવાદ શહેરમાં આવેલા બી.આર.ટી.એસ. કોરિડોરમાં અનધિકૃત વાહન ચાલકોથી માર્ગ અકસ્માતના બનાવો બનતા નિવારવા અને અટકાવવા ડી.સી.પી.શ્રી ટ્રાફિક (પૂર્વ અને પશ્વિમ)ના સ્તરે એક–એક સ્કવોડ દ્વારા અસરકારક કામગીરી અને યોગ્ય સુપરવિઝન રાખવા અંગેના પગલાં લેવામાં આવેલાં છે.
૧૪) ટ્રાફિક સંબંધી જાહેરનામાં
ઉ. અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરના રિવાઇઝ જાહેરનામા મુજબ અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા ૩૦ સુધીની સીટિંગ ક્ષમતાવાળા પેસેન્જર વાહનો/મિની બસને તેમ જ ૭૫૦૦ કિ.ગ્રા.સુધીની ક્ષમતાવાળા માલવાહક વાહનોને મુકિત આપવામાં આવેલી છે.
રસ્તા પર ઘાસચારો વેચતા ઇસમો અને રખડતાં ઢોર લોકોના સ્વાસ્થ્ય અને જાહેર માર્ગ સલામતીને જોખમરૂપ હોવાથી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હકૂમતના સમગ્ર વિસ્તારમાં આવી બાબતો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે.
ઉં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઢોરો (ગાય, ભેંસ વિગેરે)ના માલિક, ગોપાલકો માટે, તમામ ઢોરોને ટેપ તથા ચીપ લગાવડાવી પોતાના ઢોરોનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવેલું છે.
ઊ. એકસપ્રેસ–વે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તથા અન્ય માર્ગ ઉપર અકસ્માત અને ઈજા–નુકસાનની માત્રા ઘટાડવા વાહનોની ગતિ–મર્યાદા સંબંધે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરેલું છે. તેના અમલીકરણ માટે શહેર ટ્રાફિક વિભાગમાં કુલ–૫ સ્પીડગન દ્વારા હાલમાં કાર્યવાહી થઇ રહેલી છે. આ સ્પીડગન દ્વારા જ વાહનોની ગતિનું માપ લઇ કસુરવાર વિરુદ્ધ કાર્યવાહી કરવી વધુ હિતાવહ અને જરૂરી જણાય છે. વધુ ૧૦ નંગ સ્પીડગન અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગને ફાળવવા ડી.જી.પી.શ્રી, ગુજરાત રાજ્યને દરખાસ્ત કરવામાં આવેલી છે.
ઊં. અમદાવાદ શહેરમાં નાગરિકોને પેસેન્જર રિક્ષા નિયત સ્થળેથી મળી રહે અને રિક્ષાના ચાલકો પોતાની રિક્ષા મનસ્વી રીતે આડેધડ પાર્કિંગ કરી કે ઉભી રાખી વાહનવ્યવહારને અડચણરૂપ-અવરોધરૂપ વર્તણૂક ન કરે અને તેમના માટે નિયત કરેલી જગ્યાએ જ રિક્ષા ઊભી રાખે તે સારુ શહેરમાં મોટર વેહિકલ એકટ ૧૯૮૮ની તમામ જોગવાઇઓનું પાલન કરવામાં આવે છે. પેસેન્જરની હેરફેર કરતી ઓટોરિક્ષાઓ માટે અગાઉના જાહેરનામા મુજબ કુલ ૬૫૬ રિક્ષા સ્ટેન્ડ નિયત કરવામાં આવેલાં હતાં. તેમાં સુધારો કરી રિવાઇઝ જાહેરનામું કુલ ૩,૦૨૦ રિક્ષા સ્ટેન્ડનું પ્રસિદ્ધ કરવામા આવેલું છે.