સાયબર ક્રાઇમ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઊંડી તપાસ કરી
આરોપીઓ સુધી કઈ રીતે પહોંચ્યા તેની સિલસિલાબંધ માહિતી:
ફરિયાદની વિગતો
ચાંદલોડીયા, અમદાવાદના ફરિયાદી શ્રી નરેન્દ્ર જેઠાલાલ ખેરડીયાની ફરિયાદ અનુસાર, તેમની સાથે આરોપીઓએ પ્રથમ ઇંગ્લેન્ડથી ફેસબુક ઉપર વિનંતિ મોકલીને મિત્રતા કેળવેલી. ત્યાર બાદ વિદેશના નંબરથી વોટ્સએપ ઉપર ચેટ કરેલી અને ફરિયાદીને કેન્સર રિેસર્ચની દવાના ધંધા માટે કાચી સામગ્રીની ખૂબ જ જરૂર છે, તેવું જણાવેલું. તમે મારી સાથે ધંધાકીય વ્યવહાર કરશો તો તમને વધુ લાભ થશે, તેમ કહી કાચી સામગ્રીરૂપે ઠદ્રડત્ત્દ્ધત્ટ્ટtટ્ટ ત્ણ્દદ્ધણ્ઠ્ઠ દ્યદ્ય ડદૃtદ્રટ્ટ દ્મથ્ત્દ્ધtણ્થ્ત્ત્ નામની દવા મંગાવેલી, જે દવા ફરિયાદીએ એક લીટરના રૂ. ૫,૦૦,૦૦૦/- આપીને ભારતમાં આવેલા આરોપીઓના એજન્ટ પાસેથી મંગાવેલી અને દવા ઇગ્લેન્ડ ખાતે મોકલવાનું જણાવીને આરોપીઓએ વધુ કાચી સામગ્રી લીધેલી. ત્યાર બાદ ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે રૂ. ૩૦,૦૦,૦૦૦/-ની કાચી સામગ્રી મંગાવી આરોપીઓએ ફરિયાદી સાથે છેતરપિંડી કરેલી છે.
છેતરપિંડીની તપાસ
પ્રથમ ફરિયાદી સાથે જે દ્વારા સંપર્ક કરવામાં આવેલો તે ફેસબુક આઇ.ડી.નો આઇ.પી. લોગ મેળવવામાં આવ્યો અને તે આધારે તેનો સબસ્ક્રાઇબર ડેટા મેળવવામાં આવ્યો. આરોપીઓએ ગુનો કરવામાં વાપરેલા મોબાઇલ નંબરના સી.ડી.આર મેળવી તેનું જરૂરી વિશ્લેષણ કરતાં તેઓ અન્ય ડિવાઇસો પણ વાપરતા હોવાનુ તપાસ દરમ્યાન જાણવા મ યું, જેથી ક્કખ્ર્ઋક્ક આધારે તપાસ કરતાં આરોપીઓના અન્ય મોબાઇલ નંબરો પણ આરોપીઓ વાપરતા હોવાનું જાણવા મ યું. તેમજ આરોપીઓ દ્વારા ગુનો કરવામાં કોટક મહિંદ્ર બેંકના ખાતા નંબર ૪૧૧૧૯૭૫૫૯૨ – ખ્ટ્ટત્ત્kટ્ટ ક્ષ્દ્રણ્દ્મઢત્ત્ટ્ટ ચ્ઢટ્ટઢણ્, જે.પી.નગર, બેંગલોર બ્રાન્ચ તેમજ ફેડરલ બેંકની બેંગલોર બ્રાન્ચના ઉંટ્ટત્kદ્રણ્દ્મઢત્ત્ટ્ટ ઋત્ત્tડદ્રથ્ર્દ્રણ્દ્મડદ્મના ખાતા નંબર – ૧૮૨૭૦૨૦૦૦૦૩૦૬૮નો ઉપયોગ કરવામાં આવેલો, તે બેંક ખાતાંની માહિતી મેળવવામાં આવી હતી. એકંદરે તપાસ કરતાં આરોપીઓ મુંબઇ ખાતે રહી આ ફ્રોડને અંજામ આપી રહેલા હોવાથી અલગ અલગ ટીમો બનાવી તેઓને પકડી પાડવામાં આવ્યાં.
આરોપીઓની ગુનાની પદ્ધતિ
આરોપીઓમાંથી લોરેન્સ ઓકોસુન વુડે ફરિયાદી સાથે ફેસબુક ઉપર મિત્રતા કેળવી ફરિયાદીને કહ્યું હતુ કે તે પોતે હોસ્પિટલમાં નોકરી કરે છે અને જો તમે મને કેન્સરની દવા માટે કાચી સામગ્રી આપશો તો તમને વધુ લાભ થશે. દવાનું નામ મોકલી ભારતમાંથી જે જગ્યાએથી તે દવા મેળવે છે તેનું નામ ગીતાંજલી ઉર્ફે સોના સુરજ મામચંદ ઢકોલીયા હોવાનું કહ્યું હતુ અને ત્યારબાદ સેમ્પલ પેટે કાચી સામગ્રીની એક લીટરની કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/ ચુકવવા ગીતાંજલી મારફતે બેંક ખાતા નંબર ફરિયાદીને આપવામાં આવતા હતા. સેમ્પલ કુરીયર કરવા માટે સાગર તુલસીરામ રામારામ ગુપ્તા તથા કીંજલ દામજી ડાહ્યાભાઇ ગડા જતા હતા અને સામગ્રી ચેક કરવા માટે ઇંગ્લેન્ડની કંપનીનો માણસ આવશે તેમ કહી, જેકશન જહોન અમોખોલી આવતો હતો અને સેમ્પલ મેળવી જતો રહેતો હતો. ત્યારબાદ સેમ્પલ મંજૂર થયાની ઇ-મેલથી જાણ કરતા હતા. ફરિયાદીએ સર્ટિફિકેટ માંગતા આરોપીઓએ ‘જકO’નું સર્ટિફિકેટ પણ મોકલી આપેલું. ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંકમાં રૂપિયા ભરાવી આરોપીઓ રૂપિયા બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા અને યેનકેન પ્રકારેણ કાચી સામગ્રીની ડિલિવરી લેતા ન હતા અને ફરિયાદી સાથે છેતરપિંડી કરતા હતા. સામગ્રી મંગાવનાર તેમજ સેમ્પલ આપનાર તેમજ ઇન્સ્પેકશન કરનાર તમામ માણસો એક જ ગેંગના અલગ અલગ સભ્યો હોવાનુ તપાસ દરમ્યાન જાણવા મ યું.
આરોપીઓનો રેકોર્ડ
આરોપીઓ લોરેન્સ (૪૦) અને જેકશન (૩૬) હાલ મુંબઈ, મૂળ નાઇજીરીયા; શેરોમ (૨૨) હાલ મુંબઈ, મૂળ યુગાંડા; સોના (૨૪) હાલ મુંબઈ; સાગર તુલસીરામ રામારામ ગુપ્તા (૨૭) હાલ મુંબઈ મૂળ ઉત્તરપ્રદેશ; કીંજલ ગડા (૩૪) હાલ મુબંઈ, મૂળ કચ્છની તા.૦૯/૧૨/૨૦૧૮ના રોજ તેમજ રવિન્દ્ર ઉર્ફે રવિ (૩૪)ની તા.૧૨/૧૨/૨૦૧૮ના અટક કરવામાં આવી છે.
ઉપરોકત તમામ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન નંગ – ૨૩ લેપટોપ નંગ-૪ તથા જીઓ વાઇ-ફાઇ ડોંગલ – ૧ તથા વોકી ફોન – ૧ તથા સીમકાર્ડ – ૧૧ મળી આવેલા છે.
લોરેન્સ પાસેથી કબ્જે કરવામાં આવેલ પાસપોર્ટમાં વીઝાની તારીખ પૂર્ણ થયેલી છે, પાસપોર્ટ ડુપ્લીકેટ હોવાનુ અને છેતરપિંડી કરનાર ટોળકીનો તે મુખ્ય સૂત્રધાર હોવાનું તપાસમાં જણાયું છે. જેકશને મુંબઇ યુનિવર્સીટીની લોર્ડ એન્ડ ઠાકુર કોલેજમાં બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે અને તે ૨૦૦૮થી પરમીટ ન હોવા છતાં ગેરકાયદે રીતે વસવાટ કરે છે. શેરોમનો પાસપોર્ટ પણ ડુપ્લીકેટ હોવાનું જણાઇ આવેલું છે. ધોરણ ૧૦ પાસ સોના ફરિયાદી સાથે ઇ-મેલથી વ્યવહાર કરતી હતી અને ફરિયાદી પાસેથી બેંકોમાં રૂપિયા ભરાવતી હતી. રવિ બેંકના ખાતાંની વ્યવસ્થા કરી આપતો હતો અને તે અગાઉ સાયબર ક્રાઇમ અમદાવાદ ખાતે ૨૦૧૪માં પકડાઇ ચૂકેલો છે.